ડીસામાં પોલીસે શહેર અને તાલુકામાં બે દિવસ દરમિયાન જુગરિયાઓ પર તવાઈ બોલાવી છે અને બે દિવસ દરમિયાન શહેર અને તાલુકામાંથી પોલીસે કુલ 21 જુગારીઓને ઝડપી પાડ્યા છે. રોકડ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસામાં પોલીસ જુગારની બદીને અટકાવવા માટે એલર્ટ બની ગઈ છે અને બે દિવસ દરમિયાન અલગ અલગ ત્રણ જગ્યાએ રેડ કરી કુલ 21 જુગારીયાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ બે દિવસ અગાઉ હાઇવે વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી.
તે સમયે રાજમંદિર સર્કલ પાસે જતા ખાનગી રાહે તેમને કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ડીસા પાલનપુર હાઇવે પર આવેલ ટાફે શોરૂમ સામે આવેલ છાપરામાં છુપી રીતે તપાસ હાથ ધરી રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ જુગાર રમતા શખ્સો જુગારના પત્તા મૂકી ભાગવા લાગ્યા હતા. પોલીસે પણ તમામનો પીછો કરી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસે કુંડાળું કરી જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમજ જુગારના દાવમાં મુકેલા 24 હજાર રોકડ અને તેમની અંગ જડતી દરમિયાન મળેલ રોકડ સહિત કુલ 97 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. આ સિવાય પણ દક્ષિણ વિસ્તારમાંથી વધુ ચાર જુગારીયાઓને ઝડપી પાડી તમામ શખ્સો સામે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુન્હો નોંધી ડીસા શહેર દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સિવાય ડીસા તાલુકા પોલીસ પણ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ભોંયણ ગામની આશાપુરા સોસાયટી ભાગ- 1 ના 39 નંબરના મકાનમાં રેડ કરી હતી. ત્યાંથી પણ નવ શખ્સો જુગાર રમતા રંગે હાથ જડપાઈ ગયા હતા. જેથી પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહિત 55 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા શખ્સોના નામ :-
ડીસા શહેર દક્ષિણ પોલિસે પકડેલા
1- દશરથકુમાર મહેરામજી માળી
2- અનિલ કુમાર ગિરધરલાલ ઠક્કર
3- પરેશકુમાર ગોવિંદલાલ માળી
4- કાંતિ બાબુભાઈ સોલંકી
5- ગોવિંદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ
6- પ્રકાશભાઈ શંકરભાઈ દવે
7- જયરામ ધુડાભાઈ જોશી
8- રવિભાઈ જગદીશભાઈ ઠક્કર
ડીસા શહેર દક્ષિણ પોલીસે પકડેલા
9- મહેશભાઈ જવાનજી ઠાકોર
10- દિલીપકુમાર હરિલાલ માળી
11- રરફરાજ ગુલજાર શેખ
12- અસ્લમભાઈ ઇકબાલભાઇ કુરેશી
ડીસા તાલુકા પોલીસે પકડેલા
13- પરસોતમ અનિલભાઈ દેવીપુજક 14- મહંમદ ઇમામભાઇ પઠા
15- હુસેનખાન મુરાદખાન નાગોરી
16- મહેશ કનુભાઈ દેવીપુજક
17- અરવિંદ અરવિંદભાઈ દેવીપુજક
18- પ્રહલાદ લક્ષ્મણભાઈ દેવીપુજક
19- પૂનમ લક્ષ્મણભાઈ દેવીપુજક
20- કરણ કનુભાઈ દેવીપુજક
21- મહેશ વિઠ્ઠલભાઈ દેવીપૂજક