ડીસા સિવિલ હોસ્પિટલમાં સાત દિવસના બાળકને પીળિયાની અસર થતા તબિયત અત્યંત નાજુક થઈ જતા સારવાર માટે લવાયો હતો. જો કે તપાસ બાદ બાળકનું લોહી 33 ટકા થઈ જતાં બદલવાની જરૂરિયાત પડતા સિવિલ હોસ્પિટલના તબીબે તપાસ કરી રાતના 9-00 થી સવારના 6-00 વાગ્યા સુધી લોહી બદલવાની પ્રોસેસ કરી બાળકને નવજીવન આપ્યું હતું.
શિવનગર વિસ્તારમાં રહેતાં મહેન્દ્રભાઈ મનોજભાઈ રાઠોડના સાત દિવસીય પુત્ર કાર્તિકને પીળિયાની અસર થતાં તા.23 જુલાઈના રોજ ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ડૉ.વિકાસ કાનુડાવાળાએ લોહી બદલવા સાથે સારવાર ચાલુ કરવામાં આવી હતી. જેમાં 10 કલાકની મહેનત બાદ બાળકનું લોહી બદલીને બાળકને એક સપ્તાહની સારવાર બાદ નવજીવન આપ્યું હતુ.
આ અંગે તબીબે જણાવ્યું હતુ કે, શરીરમાં લોહીનું પ્રમાણ 3 થી 4 ટકા હોવું જોઇએ. જેની જગ્યાએ બાળકને પીળીયાની બિમારીથી 33 ટકા લોહી થઇ ગયું હતું. જેથી બાળકને અપંગતા અથવા બહેરાશ આવી શકે.