કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.

રાજુલાના દરિયાકાંઠા વિસ્તારના સામાન્ય ગરીબ પરિવારમાંથી આવેલ વિસળીયા ગામના રાકેશ અશોકભાઈ બાંભણિયા નામના યુવાન પ્રાથમિક શાળા ના અભ્યાસ દરમ્યાન જ રમત ગમત ક્ષેત્રે ધરાવતો હોય અને વિવિધ સ્પર્ધા માં ભાગ લઈ રાજ્ય કક્ષા સુધી પહોંચેલ હાલ મહુવામાં પારેખ કોલેજમાં બી.એસ.સીનો અભ્યાસ ક્રમ પૂર્ણ કરેલ છે.અભ્યાસ સાથે સાથે રમત ગમતના પણ શોખ હોવાથી પરિવારજનો તેમજ ગુરુજનો તેમને હંમેશા પ્રોત્સાહન આપતા જેની હુંફ અને વડીલોના આશિર્વાદ થીઆંતર રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલ તેમજ આગાઉ ખેલ મહાકુંભમાં ભાગ લઈ એથ્લેન્ટિક વિભાગમાં ભાગ લીધો હતો કોચ જીતુભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ AUDA SPORTS COMPLEX મા યોજાયેલ નેશનલ ગેમ્સ 2022-2023 માં એથ્લેન્ટિક વિભાગમાં લાંબી કૂંદમાં ઓલ ઇન્ડિયા માંથી આવેલા ખેલાડીમાંથી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું તેમજ સમગ્ર કોળી સમાજનું ગૌરવ વધાર્યું છે.આગામી સમયમાં આ યુવાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત તરફથી રમશે.