વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક કસોટીના વિવિધ પ્રશ્નોથી માહિતગાર થાય અને ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે તક્ષશિલા સંકુલના અને પતંજલિ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ ગઈ. મહાભારતના પાંચ પાંડવો- યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ ના નામોથી ગ્રુપ રાખેલ હતા. ચિત્રો ઓળખો, કરન્ટ અફેર્સ, ગુણવંતી ગુજરાત, મહાકાવ્ય રામાયણ વગેરે વિભાગના પ્રશ્નો હતા. તમામ છ રાઉન્ડના અંતે યુધિષ્ઠિર ગ્રુપના વિદ્યાર્થીઓ 1) ગોહિલ રક્ષા 2) તરબુંદિયા અંજના 3) રૈયાણી હેત્વી 4) માલાસણા જીનલ 5) ચૌહાણ વજેન્દ્ર 6) નિંમ્બાર્ક જયે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે 1) ગોયલ લીલમ 2) મોરી હર્ષિદા 3) ચાવડા દિવ્યા 4) મોરી નિકિતા 5) નાકિયા વિશાલ 6) બાવળિયા અરુણે બીજો નંબર મેળવ્યો હતો. વિજેતા તમામ વિદ્યાર્થીઓને સંચાલક શ્રી રોહિતભાઈ સિણોજીયા ના હસ્તે ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર ક્વિઝના સંચાલન તક્ષશિલા સંકુલના એમડી. ડો. મહેશ પટેલે કર્યું હતું.