ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ , ભાવનગર નાઓએ દાખલ થતા ગુનાઓમાં તાત્કાલીક આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય , જે સુચના અન્વયે હિમકર સાહેબ , પોલીસ અધિક્ષક અમરેલીનાઓ દ્વારા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ની જરૂરી સુચના અને માર્ગદર્શન તળે પી.બી.લક્કડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્રારા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીર વયની બાળાનું લલચાવી ફોસલાવી , અપહરણ કરનાર આરોપીને તથા ભોગબનનારને અમદાવાદ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે . દાખલ થયેલ ગુનાની વિગત : - અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૦૪૨૦૮૦૪/૨૦૨૨ IPC કલમ- ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો એક્ટની કલમ- ૧૮ મુજબ પકડાયેલ આરોપી : નિકુલભાઇ સ . / ઓ ચમનભાઇ પરશોત્તમભાઇ સોલંકી ( દેવીપુજક - દાતણીયા ) ઉ.વ.આ .૨૩ , ધંધો મજુરી , રે સલડી , તા.જિ અમરેલી ગુનાની વિગત - > આ કામના આરોપીએ ભોગબનનારને લલચાવી ફોસલાવી , ભોગબનનારનું અપહરણ કરી , હરીયાણા પંજાબના નારનોલ ખાતે લઇ જઇ તથા ચાડીયા ગામે શરીર સબંધો બાંધી ગુન્હો આચરવા સબબ નો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.