છેલ્લા એક માસથી વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર બોટાદ શહેર અને જિલ્લામાં સતત પડી રહેલ વરસાદ બાદ અનેક વિસ્તારો માં પાણી ભરાયા છે. બોટાદ શહેરમાં ગઢડા રોડ મોચિપરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૮૦ માં જવા માટે બાળકોને કીચડમાં ચાલવા મજબૂર બનવું પડે છે.! અનેક દિવસો વીતી ગયા પછી આજે એ પાણીમાં કીચડ સાથે પાણીમાં મચ્છરો તરતા જોવા મળે છે, બાળકોને મચ્છર જન્ય રોગ થવાને કારણે અનેક બાળકો બિમાર પડ્યા છે, ઝાડા, ઉલટી, તાવ, ચામડીના રોગમાં બાળકો ઘેરાયા હોવાનું સ્થાનીક રહીશ વાલીઓ જણાવી રહ્યા છે ત્યારે બાળકોને આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલતા વાલીઓ ડર અનુભવે છે, વાલીઓ તાત્કાલિક આ વિસ્તારમાં માટી પુરાણ કરવું પડે અને પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક દવા છટકાવ કરી બાળકોની સુરક્ષા માટે કામગીરી હાથ ધરવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.! જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.!