આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે. એલ બચાણીએ આપ્યા નિર્દેશ
ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલી થતાં છેલ્લા ૨૪ કલાકમાં જાહેર મિલકતો પરથી 431 પોસ્ટર, 384 બેનર, 238 - રાજકીય લખાણો-જાહેરાતો તથા અન્ય 516 એમ કુલ 1569 પ્રસિધ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના મળીને કુલ 64 ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દીવાલો પરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર તેમજ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (CVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. શહેર-જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની પાંચ કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.