• પાટણ તાલુકા પંચાયત ભરેલા નાળિયેર જેવું
  • 20 સદસ્યો બેઠકમાં 10 બીજેપી 9 કોંગ્રેસ,1 અપક્ષ
  • સવા વર્ષ ની બીજી ટર્મ માં કોણ તૂટે છે પ્રથમ ટર્મ માં અપક્ષ મહિલા ઉમેદવાર ને ઉપ્ પ્રમુખ નું પદ આપી સોદાબાજી થઈ હતી આ વખતે શું થશે સોદાબાજી

પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયત ની પ્રથમ અઢી વર્ષ ની મુદત માટે મહિલા પ્રમુખ ની વરણી થઈ હતી તે વખતે ભાજપ કોંગ્રેસ દ્વારા બને પદ માટે  સવા વર્ષ માટે સમજૂતી થઈ હતી અને પ્રથમ અઢી વર્ષ ની ટર્મ માં પ્રથમ સવા વર્ષ ની ટર્મ પૂરી થતાં બને તાલુકા પંચાયત ના મહિલા ઉમેદવારો એ પ્રમુખ ની ખુરશી ખાલી કરી હતી ત્યારે તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાહેર નામુ બહાર પાડ્યા બાદ આજે ફોર્મ ભરવા નો દિવસ હતો ત્યારે

પાટણ ની બેઠક પર થી કોંગ્રેસ ના કોંગ્રેસ ગીતા બેન રબારી  એ પ્રમુખ નું ફોર્મ ભર્યું જ્યારે બીજેપી માંથી પ્રેમિલાબેન્ન વિનોદભાઈ પટેલ એ ફોર્મ ભર્યું છે

સરસ્વતી તાલુકા પંચાયત માટે કોંગ્રેસ તરફથી ગીતાબેન દીનેશજી ઠાકોર  એ ઉમેદવારી નોંધાવી છે

બને તાલુકા પંચાયત ની વાત કરીએ તો પાટણ તાલુકા પંચાયત માં સંખ્યા બળ જોઈએ તો  10 બીજેપી  9 કોંગ્રેસ ,અને એક અપક્ષ મળી 20 સદસ્યો છે પાટણ તાલુકા પંચાયત ની પ્રથમ અઢી વર્ષ ની ટર્મ માં અપક્ષ મુસ્લિમ મહિલા સાથે ઉપ પ્રમુખની સોદાબાજી કરી ને ભાજપે પ્રમુખ પદ મેળવ્યું હતું ત્યારે હવે પ્રથમ ટર્મ ની સવા વર્ષ ની બીજી ટર્મ ના પ્રમુખ માં શું થાય છે તે જોવું રહ્યું આ પ્રમુખ ની ચૂંટણી માં કોણ તૂટે છે કોંગ્રેસ કે અપક્ષ !!? કે પછી ટાઈ

થાય છે

બીજી બાજુ સરસ્વતી તાલુકા પંચાયત સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ પાસે છે અહી 14 કોંગ્રેસ 10 ભાજપ મળી 24 બેઠકો છે ત્યારે સરસ્વતી તાલુકા પંચાયત માં કોંગ્રેસ બાજી મારી સકે છે