રાજ્યમાં એક સાથે આઇપીએસોની સામૂહિક બદલી કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના ડીએસપી હરેશ દૂધાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દૂધાતની ગાંધીનગર આઇબી ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરજ બજાવતા ડો.જી.એ.પંડ્યાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો હવાલો સોપવામાં આવ્યો છે.સૌકા જુગાર કેસના વિવાદ બાદ હરેશ દૂધાતે પોતાની કહેવાતી આખી એલસીબી, એસઓજી બ્રાન્ચને વિખેરી નાખવાનો નિર્ણય લીધો હતો. જેને લઇને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે નવા આવનાર ડો.જી.એ. પંડ્યા માટે આવતાની સાથે જ એલસીબીને ફરીથી બેઠી કરીને ચુનંદા પોલીસ જવાનોને નિમણૂક અપવાનો મોટો પડકાર ઉભો થશે. કારણ કે જિલ્લામાં કોઇ પણ જગ્યાએ બનતી ક્રાઇકની ઘટનામાં ડિટેક્શનથી લઇને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એલસીબી ટીમ ખૂબ મહત્ત્વની હોય છે.