*બોર્ડ દ્વારા રૂ. 5000 કરોડના રોકાણની મંજૂરી
*ગ્રીનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સ અને ટેક્નોલોજી લાઇસન્સનો સમાવેશ
*દહેજ ખાતે 165000 મેટ્રિક ટન પોલીકાર્બોનેટ રેઝિનનું ઉત્પાદન
*દીપક કેમ ટેક લિમિટેડ એ દીપક નાઈટ્રાઈટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
દીપક કેમ ટેક લિમિટેડ પોલીકાર્બોનેટ પ્રોજેક્ટમાં રૂ. 5000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. દીપક નાઈટ્રાઈટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની- દીપક કેમ ટેક લિમિટેડ (ડીસીટીએલ) એ, પોલીકાર્બોનેટ રેઝિન્સના ઉત્પાદન માટે એક પ્રોજેક્ટ હાથ ધરવા માટે મંજૂરી આપી છે, જેમાં 165,000 મેટ્રિક ટનનું ઉત્પાદન કરવા માટે, ગુજરાતના દહેજ ખાતે આવેલી ગ્રીનફિલ્ડ સાઇટ પર પ્લાન્ટના સેટઅપ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. નાણાકીય વર્ષ 2028 ના ચોથા ક્વાર્ટર સુધીમાં આ પ્લાન્ટના કાર્યરત થવાની અપેક્ષા છે. આ માટે, દીપક કેમ ટેક લિમિટેડે ટ્રિન્સિયો સાથે ટેક્નોલોજી લાયસન્સ સાથે સ્ટેડ, જર્મની ખાતે સ્થિત તેની પોલીકાર્બોનેટ અસ્કયામતો હસ્તગત કરવા માટે કરાર કર્યો છે. આ કરાર દ્વારા ટ્રિન્સિયો ના વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કેલિબ્રે રેઝિન અને ટ્રેડમાર્કનો ઉપયોગ પણ થઇ શકશે.
પોલીકાર્બોનેટ એ બહુ-ઉપયોગી પોલિમરમાંનું એક છે જેનો ઓટોમોટિવ ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગ થાય છે જેમાં ઇલેક્ટ્રિક મોબિલિટી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ, બાંધકામ, ઉપકરણો, તબીબી ઉપકરણો અને અન્ય સૂર્યોદય ક્ષેત્રો જેમ કે એરોસ્પેસ, એવિએશન, ડ્રોન વગેરેનો સમાવેશ થાય છે.
તેના વિકાસ પર ટિપ્પણી કરતા, દીપક નાઇટ્રાઇટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શ્રી દીપક સી. મહેતા એ જણાવ્યું છે કે, "ડીસીટીએલ અને ટ્રિન્સિયો વચ્ચેનો આ ઐતિહાસિક સહયોગ છે જે બંને કંપનીઓ માટે ડાઉનસ્ટ્રીમ કમ્પાઉન્ડમાં ભાગીદારી તેમજ પૂરક ટેક્નોલોજી ટાઈ-અપ્સમાં ભાગીદારીની વ્યૂહાત્મક તકો ખોલે છે જે ઉચ્ચ ગુણવત્તાવાળા એન્જિનિયરિંગ પોલિમર માટે ભારતની વધતી જતી ભૂખને પૂરી કરશે. વિશ્વ સ્તરની ક્ષમતાઓ અને પ્રખ્યાત બ્રાન્ડ વિશ્વસનીયતા સાથે 'મેડ ઇન ઇન્ડિયા' ટેગલાઇનને જોડીને એડવાન્સ્ડ મટિરિયલ્સમાં તકોની નવી ક્ષિતિજ ખૂલશે.-
2023 માં અંદાજે $3.7 બિલિયનના ચોખ્ખા વેચાણ સાથે ટ્રિન્સિયો એન્જિનિયરિંગ પોલિમર અને કમ્પાઉન્ડનું મુખ્ય ઉત્પાદક છે. તેનો એન્જિનિયરિંગ કમ્પાઉન્ડ પોર્ટફોલિયોનો ઉપયોગ સમગ્ર ઉદ્યોગોમાં વૈશ્વિક, માર્ક બ્રાન્ડ્સમાં થાય છે.
દીપક નાઇટ્રાઇટ લિમિટેડ વિશે:
દીપક નાઈટ્રાઈટ લિમિટેડ (એનએસઈ: દીપકએનટીઆર, બીએસઈ: 506401), ભારતની સૌથી ઝડપથી વિકસતી કેમિકલ ઈન્ટરમીડિએટ્સ કંપની, એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો ધરાવે છે જે ભારત અને વિદેશમાં રંગો અને રંગદ્રવ્યો, એગ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, પ્લાસ્ટિક, ટેક્સટાઈલ, પેપર અને હોમ અને પર્સનલ કેર ક્ષેત્રો અને પેટ્રો વ્યુત્પન્ન ઈન્ટરમીડિએટ્સ - ફિનોલિક્સ, એસીટોન અને આઈપીએ ની જરૂરિયાત પૂરી કરે છે. તેના ઉત્પાદનો સાત સ્થળોએ ઉત્પાદિત થાય છે, અને બધા જ રિસ્પોન્સિબલ કેર દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તે ઈકોવેડીસ, ટીએફએસ દ્વારા પ્રમાણિત છે અને નાઈસર ગ્લોબ એલિયન્સનો ભાગ છે. લોકો, ગ્રહ, નફાના ટ્રિપલ બોટમલાઈન સિદ્ધાંત પર ધ્યાન કેન્દ્રિત કરીને, દીપક નાઈટ્રાઈટ લિમિટેડ વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક માપદંડો અને સિસ્ટમો આપી છે, અને હવે અમને સ્થિરતાની પહેલો માટે 2022માં ઈકોવેડીસ દ્વારા 'સિલ્વર રેટિંગ' ની માન્યતા આપવામાં આવી છે.