અમીર નબીરાની બે મિનિટની ખુશીની કિંમત કેટલાએ લોકોએ ચૂકવી 

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં અમીર નબીરાએ ૧૦ લોકોનો જીવ લીધો છે. મહત્વનું છે કે આવા નબીરાઓના અનેક શોખ વારંવાર સામે આવતા હોય છે. પરંતુ તેમની માત્ર 2 થી 5 મીનીટની મોજ મસ્તી માટે ક્ત્લાયે પરિવારો વિખેરાઈ જતા હોય છે. બુધવારે સર્જાયેલા આ અકસ્માતમાં તથ્ય પટેલે અકસ્માત સ્થળે જ 9 લોકોનો ભોગ લીધો હતો.અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાંથી આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. એટલે ૧૦ પરિવારોને પોતાની મસ્તી માટે વેર વિખેર કરી દીધા છે.

વકીલે કર્યો તથ્ય પટેલનો લૂલો બચાવ

જયારે અકસ્માત થયો તે સમયે તથ્ય પટેલ ઓવર સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. પરંતુ જયારે તેને પૂછવામાં આવ્યું તેના વકીલે તેનો લૂલો બચાવ કર્યો કે ગાડી ઓવર સ્પીડમાં હતી જ નહી. અને જે અકસ્માત સર્જાયો તેમાં તથ્ય પટેલનો કોઈ ગુનો છે જ નહી.

તથ્ય પટેલે કરી ગુનાની કબુલાત

આજે જયારે FSLના રીપોર્ટ આવ્યા બાદ પુછપરછ માટે તથ્ય પટેલને CP કચેરી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને પોતાના ગુનાની કબુલાત કરી હતી. અકસ્માત સમયે તેની ગાડી 160કિમી/કલાકની ઝડપે ચાલી રહી હતી. પુછપરછ દરમિયાન તથ્ય પટેલે પોતે જ કબુલાત કરી છે કે તેની ગાડી ઓવર સ્પીડમાં ચાલી રહી હતી. જેથી આગળ શું છે તે તેને દેખાયું નહી જેના કારણે આ અકસ્માત સર્જાયો. તેણે કહ્યું કે જો મને આગળ દેખાયું હોત તો મેં બ્રેક મારી હોત. અકસ્માત સ્થળે પણ પોલીસની ગાડી પાસે બેસી તેણે પોતાની જાતે કબુલાત કરી હતી. કે તેની ગાડી આકસ્માત સમયે 120કિમી/કલાકની ઝડપે ચલાવી રહ્યો હતો.