આજરોજ સનરાઈઝ અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષક દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી .

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની એકમાત્ર નામાંકિત શાળા સનરાઈઝ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક દિન માં ભાગ લીધો આજરોજ આ વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ખરેખર શિક્ષક ની કામગીરી કેવી હોય છે ? શિક્ષક કેવી રીતે ભણાવે છે તેનો રૂબરૂ અહેસાસ તેમને થયો.

શાળાના આચાર્યશ્રી દ્વારા શિક્ષક દિન નિમિત્ત નું મહત્વ વિદ્યાર્થીને સમજાવવામાં આવ્યું સાથે સાથે દરેક શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી અને વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના પ્રિય શિક્ષકોને પોતાના તરફથી ગિફ્ટ આપવામાં આવી અને શિક્ષકોને પગે લાગીને તેઓના આશીર્વાદ લીધા. આજરોજ વિદ્યાર્થીઓને પણ પોતાના અનુભવ શિક્ષક બનીને કેવો રહ્યો તે અનુભવો પણ શેર કરવામાં આવ્યા.

ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી ટોપ બે વિદ્યાર્થીઓની પસંદગી કરીને તેઓને સનરાઈઝ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા મોમેન્ટો આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં પ્રથમ નંબરે બિશ્વાસ બિનીત મિથુનભાઈ અને દ્વિતિય નબર પર મન્સૂરી ઝોયા પરવેજભાઈ નો આવ્યો.

  હનીફભાઈ પઠાણ જનતા ઝેરોક્ષ તરફથી શિક્ષક દિન નિમિત્તે ભાગ લેનાર તમામે તમામ વિદ્યાર્થીઓને બોલપેન આપીને તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેથી શાળા પરિવાર તેઓનો પણ આભાર મનીયો હતો.