કોઇ પણ ક્ષેત્રૅ જ્યારે વાત ભારત અને પાકિસ્તાન વચ્ચેની આવે તો પુરી દુનિયાનુ ધ્યાન તેની ઉપર કેન્દ્રીત થઈ જાય છે. હાલમાજ પાકીસ્તાનથી ઍક પરિણીત મહીલા સીમા હૈદર પોતાના પ્રેમીને મળવા ચાર બાળકો સાથે દુબઇ, નેપાળ થઈને ભારત આવતા ખુબજ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાતો ભારતમાં થી પણ એક પરિણીત મહિલાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં તેના પ્રેમીને મળવા માટે સરહદ પાર કરીને પહોંચી છે. ભારતની અંજુ નામની મહિલાને ફેસબુક પર એક પાકિસ્તાની સાથે મિત્રતા થઈ હતી, ત્યારબાદ ધીમે ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને તેમનો પ્રેમ ખીલ્યો. હવે માહિતી મળી રહી છે કે સીમા હૈદરની જેમ તમામ સરહદો પાર કરીને તે પોતાના પ્રેમને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ છે. અંજુના પતિ અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, અહીંથી જતા પહેલા અંજુ ઍ કહ્યું કે તે જયપુરમાં એક મિત્રને મળવા જઈ રહી છે. ત્યાર બાદ ફોન કરીને કહ્યું કે હું લાહોરમાં છું. મને ખબર નથી કે તે લાહોર કેમ ગઈ અને તેને વિઝા અને અન્ય સામગ્રી કેવી રીતે મેળવી. હું સામાન્ય રીતે મારી પત્નીનો ફોન ચેક કરતો નથી. તેણે મને જાણ કરી કે તે 2-3 દિવસમાં પાછી આવી જશે. મીડિયા સાથે વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે મારી પત્ની મને કહ્યા વિના ક્યાંક ગઈ હોય તેવું આ પહેલીવાર બન્યું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર અંજુ 2-3 વર્ષથી ફેસબુક અને વોટ્સએપ દ્વારા પાકિસ્તાનમાં રહેતા એક વ્યક્તિના સંપર્કમાં હતી. તેણે તેના પરિવારના સભ્યોને જાણ કરી કે તે અમૃતસરની યાત્રાએ જઈ રહી છે, પરંતુ તે 21 જુલાઈએ પાકિસ્તાન જતી રહી હતી. તેણે 2020માં પાસપોર્ટ માટે અરજી કરી હતી, પ્રથમ દૃષ્ટિએ, આ પ્રેમ પ્રકરણનો મામલો હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. પાસપોર્ટ એક્ટ અને અન્ય કાયદાઓ છે, તે કોઈ નકલી દસ્તાવેજનો ઉપયોગ કરીને ગઈ હશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. જરૂર પડ્યે તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. મીડીયા અહેવાલ અનુસાર અંજુએ ઈસ્લામ કબૂલ કરીને લગ્ન કરી લીધાં છે. ઈસ્લામ અપનાવ્યા બાદ તેણે પોતાનું નવું નામ ફાતિમા રાખ્યું છે. સમાચાર એજન્સી PTI એ આ દાવો કર્યો છે . બંનેએ પેશાવરની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યાં છે. 34 વર્ષની અંજુ હાલમાં તેના બોયફ્રેન્ડ નસરુલ્લાહ સાથે પાકિસ્તાનમાં રહે છે . 2019 માં બંને વચ્ચે ફેસબુક પર મિત્રતા થઈ હતી. અંજુના આ બીજા લગ્ન છે, તે બે બાળકોની માતા પણ છે. મોહરર સિટી પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને PTI એ દાવો કર્યો હતો કે લગ્ન કરનાર અંજુ અને નસરુલ્લા ડીયર બાલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પહોંચ્યા હતા, તેમની સાથે કેટલાક પોલીસ અધિકારીઓ, વકીલો અને નસરુલ્લાના પરિવારના સભ્યો પણ હતા. PTI એ મલાકંદ ડિવિઝનના ડીઆઈજી નાસિર મેહમૂદ સત્તીને ટાંકીને કહ્યું કે બંનેનાં લગ્ન થઈ ગયાં છે. તેણે જણાવ્યું કે લગ્ન બાદ અંજુને પોલીસ સુરક્ષા હેઠળ એક ઘરમાં શિફ્ટ કરવામાં આવી છે. જ્યારે બન્નેના પ્રિવેડીંગ વિડીયો અને ફોટા પણ સોસીયલ મીડિયા ઉપર વાઇરલ થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડેસર ગામમાં ગરાસિયા ફળીયામાં ત્રણ માળનાં મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન ભસ્મીભૂત.
ડેસર ગામમાં ગરાસિયા ફળીયામાં ત્રણ માળનાં મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન ભસ્મીભૂત.
દાહોદ જિલ્લાના પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે નું કાર્યકમ
દાહોદ જિલ્લામાં તાલુકા - જિલ્લા - સ્વાગત કાર્યક્રમ યોજાશે, ૧૫ ડિસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે...
शिंंदेंच्या आमदारांना परत घेणार?, काय म्हणाले आदित्य | Aditya Thackeray on Eknath Shinde Rebel MLA
शिंंदेंच्या आमदारांना परत घेणार?, काय म्हणाले आदित्य | Aditya Thackeray on Eknath Shinde Rebel MLA
Anantnag Encounter के Martyr Colonel Manpreet Singh की Wife का ये Video देख देश हुआ Emotional
Anantnag Encounter के Martyr Colonel Manpreet Singh की Wife का ये Video देख देश हुआ Emotional