ચૈત્ર માસ એટલે દિવ્ય શક્તિ ને રીજવવા નો મહિનો છે ચૈત્ર નવરાત્રી મહિનામાં નવ દિવસ માતાજી ની આરાધના પૂજા હવન તેમજ માતાજીની રમેલ (જાતર ) યોજાય છે ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માં સરદાર પટેલ શાકમાર્કેટ માં વડવાળા ગોગા માહારાજ ની રમેલ (જાતર )હવન યોજાયો..હતી જેમાં સવારે હવન સાંજે ભોજન પ્રશાદ અને રાત્રે રમેલ (જાતર )નું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ વડવાળા ગોગામહારાજ ના પૂજારી ગોવોબા રાવળ પૂજારી એ પાટ ઢાળી ગોગા મહારાજ ના સૌ પર આશીર્વાદ આપ્યા હતા થરા એપિ એમ સી માર્કેટયાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ ની ઉપસ્થિતી રમેલ યોજાઈ હતી.સરદાર પટેલ શાકમાર્કેટ ના દરેક વહેપારી ગણ મજુર વર્ગ તેમજ ગામજનો એ ભોજન તેમજ રમેલ (જાતર )નો લાભ લીધો હતો..

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા.