મહેસાણા જિલ્લામાં હાલમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા SOG ટિમ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે.જેમાં આજે ઘરફોડ ચોરી કેસમાં ફરાર થઇ ગયેલ તસ્કર મહેસાણા આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહેસાણા શહેર એ ડિવિઝન વિસ્તારમાં મંદિર અને ઘરોમાં ચોરીઓને અંજામ આપી ફરાર થઇ ગયેલા આરોપી શહેરના તાવડીયા રોડ પર હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી આરોપી દેવીપૂજક સંતોષ કુમાર ઇશ્વરભાઈને ઝડપી લીધો હતો.આરોપી સામે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ત્રણ ઘરફોડ ચોરીના કેસ નોંધાયેલા છે.
ઘરફોડ ચોરી કેસમાં અંજામ આપ્યા બાદ આરોપી બરોડા ફરાર થઇ ગયો હતો તેમજ મહેસાણા એસઓજી ટીમના હે.કો જીતેન્દ્રસિંહ થતા વિશ્વ નાથ સિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલ આરોપી હાલ મહેસાણાના તાવડીયા રોડ પર આવેલ બાવળની ઝાડીઓમા સંતાયો છે.બાતમી મળતા એસઓજી ટીમે આજે સવારે 9 થી 11.30 સુધી બાવળની ઝાડીઓમાં આરોપીને ઝડપવા ઓપરેશન શરૂ કર્યું હતું જ્યાં ત્રણ કલાક બાદ આરોપીને પોલીસે દબોચી લીધો હતો.