આમ તો ગુજરાત માં દારૂબંધી જ છે પણ એ પોલીસ ના ચોપડે બાકી હર ગલી હર ગામ હર સોસાયટી એ ખુલ્લેઆમ દારૂ ની હાટડીઓ ધમધમી રહી છે અને એ પણ બિન્દાસ લો વાત કરો ન પાટણ નગર ની જ છતાં કાયદા ની એસીતેસી કરી ખુલ્લેઆમ દારૂ નું વેચાણ થઈ રહ્યું છે કોઈ પણ રોક ટોક વગર..પાટણ ની પોસ્ટ ઓફિસ પાછળ ખુલ્લેઆમ જાણે દૂધ ની ડેરી એ આવતા ગ્રાહકો ની માફક દારૂડિયા લાઈન લગાવે છે અને મજા ની વાત એ પણ છે પાટણ બી ડિવિઝન થી થોડાક અંતરે જ હાટડી ધમ ધમતી હોવાની વાતો ચોરે ચોટે છે છતાં પાટણ પોલીસ ને ખબર જ નથી પોલીસ ને બાતમીદારો કહેતા જ નથી કે પછી પાટણ પોલીસ ને ખબર જ નહિ હોય એ વાત ગળે ઉતરે છે તમારે ? પોલીસ ને બહુ કામ હોય છે આવા દારૂ ની હાટડી માં ધ્યાન ક્યાંથી આપે કારણ કે દારૂ બંધી નો કાયદો અમલ માં છે પોલીસ ની કડક અને બાઝ નજર છે તો દારૂ કોણ વેચી શકે એ તર્ક પણ સાચો જ હશે જે હોય તે પણ પોસ્ટ ઓફિસ પાછળ લાઈન લાગી રહી છે એ લોકો દારૂ લેવા કે દૂધ લેવા આવે છે એ પણ તપાસ જરૂરી છે પાટણ પોલીસ ના આશીર્વાદ વગર આ રીતે દારૂ નું વેચાણ થતું હશે એવું આપ માનવા ની ભૂલ ક્યારેય ન કરતાં પોલીસ ધારે તો મફત માં પાણી ક્યાં મળે છે એ પણ જાણી લે એમ છે તો પછી દારૂ નું કેમ નહિ ? કોઈ ગમે તે કહે પણ ઈમાનદાર પોલીસ દારૂ ના અડ્ડા સુધી ક્યારેય પહોંચવા ની નથી એ નક્કી જ છે લક્ષ્મીજી નો અનાદર કરી કઈ રીતે રેડ કરવી એ પણ એક મોટો સવાલ છે