સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ૧૭ વર્ષીય કિશોરીનું સર્પ દંશથિ મૃત્યુ થતાં ગમગીની ફેલાઈ ગઈ. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.. સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે રહેતા જીલુભાઈ ડાંગર ( કાઠી દરબાર) ના સુપુત્રી નીરૂપા બેન ઉ.વ.૧૭ પોતાના ઘરે હતા ત્યારે તા.૮-૮ ને સોમવારના સવારના સમયે અચાનક ઝેરી કોબ્રા આવી ગયેલ અને પગના પોચાના ભાગે દંશ દેતા તાત્કાલિક સાવરકુંડલા લઈ જવામાં આવેલ ત્યાં સારવાર લઈ અમરેલી લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમ્યાન નિરૂપા બેનના શ્વાસ બંધ થઈ ગયેલ અને મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોક છવાઈ ગયો છે.દરમ્યાન સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના ઉપ પ્રમુખ અમિતભાઈ સાંખટ ને જાણ કરાતા બનાવના સ્થળ આદસંગ પહોંચીને ભારે જહેમત બાદ કોબ્રાને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મુકેલ.દરમ્યાન મૃત્યુ પામનાર નીરૂપા બેનના દાદાના દિકરાને સાપે દંશ દીધાનું જણાતા સર્પવિદ અશોકભાઈ સાંખાટ અને ભાવનાબેન સાંખટ એ નિરીક્ષણ કરતાં સાપે દંશ નહિ પણ કોઈ તણખલું અડી ગયાનું કહેવામાં આવેલ.સોમવારે બનેલ આ કરુણ બનાવથી શોક છવાઈ ગયો છે.- ખાસ નોંધ.:- કોઈપણ વ્યક્તિને સાપ કરડે તો ભુવા - ભરાડી પાસે જવું નહિ, અંધશ્રદ્ધામાં રહ્યા વગર સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના પ્રમુખ અશોકભાઈ સાંખટ નો મો.૯૮૨૪૨૫૭૦૭૦. પર સંપર્ક કરવો.

અતુલ શુક્લ. સાથે વીપુલ મકવાણા