આજે 'કલા ઉત્સવ-2023' QDC-7 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે સ્પર્ધા માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમ બે વિભાગોમાં યોજવામાં આવી હતી. જે બન્ને વિભાગમાં ચાર પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટાભાગની સ્પર્ધામાં મંગલમ વિદ્યાલયના બાળકોએ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં પટેલ વંશીબેન સંદિપભાઈએ પ્રથમ નંબર મેળવ્યો હતો. તો બાળકવિ સ્પર્ધામાં દંતાલીયા જાહનવીબેન કમલેશભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં સંતોકી જેન્સીબેને પ્રથમ નંબર મેળવ્યો હતો. બાળકવિ સ્પર્ધામાં પટેલ ખુશાલીબેન પ્રથમ આવ્યા હતા. જ્યારે ગાયન સ્પર્ધામાં સુરાણી કિર્તનકુમાર અલ્પેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. અને વાદન સ્પર્ધામાં ચૌહાણ શક્તિસિંહે પ્રથમ નંબર મેળવ્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને ઇનામ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે અને ત્યાં પણ નંબર પ્રાપ્ત કરે તેવી શાળાના આચાર્ય અને સંચાલક મંડળે શુભેચ્છા પાઠવી હતી.