ડીસા મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠેલા આંગણવાડી કાર્યકર બહેનોની હડતાળને હિન્દુ યુવા સંગઠન અને એકતા એજ લક્ષ્ય સંગથન દ્વારા ટેકો જાહેર કરી વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ દ્વારા લીધી મુલાકાત....

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

છેલ્લા 7 દિવસની ડીસા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પડતર માંગણીઓને લઇને હડતાલમાં જોડાયા છે અને મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજવામાં આવી રહ્યા છે ત્યારે આંગણવાડી કાર્યકર બહેનોની હડતાળને વિવિધ સેવાભાવી સગથનો દ્વારા ટેકો જાહેર કરી સરકાર સમક્ષ પડતર માંગણીઓને પુરી કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠેલા આંગણવાડી કાર્યકર બહેનોની હડતાળને હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતીનભાઇ સોની દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો સાથે એકતા એજ લક્ષ્ય સંગથન દ્વારા પણ ટેકો જાહેર કરી આંગણવાડી કાર્યકર બહેનોની પડતર માંગણીઓને લઇને મામલતદાર કચેરી થી નાયબ કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી હિન્દુ યુવા સંગઠન અને એકતા એજ લક્ષ્ય સંગથન દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણીઓને લઇને હડતાલમાં જોડાયા છે છતાં સરકાર દ્વારા કે ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેમની માંગણીઓને સંતોષવા માટે હજુસુધી મુલાકાત પણ લીધી નથી જેને લઈને હવે સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોની પડતર માંગણીઓને સ્વિકાર કરવામાં નહી આવે તો હિન્દુ યુવા સંગઠન અને એકતા એજ લક્ષ્ય સંગથન ના હોદેદારો કાર્યકર્તાઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જ્યારે આજે ડીસાના પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ દ્વારા પણ મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠેલા આંગણવાડી કાર્યકર બહેનોની મુલાકાત લીધી હતી અને સરકારમાં રજૂઆત કરી સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પડતર માંગણીઓને સ્વિકાર કરી આંગણવાડી કાર્યકર બહેનોને ન્યાય મલે તેવી રજુઆત કરવાની હૈયાધારણા આપી હતી અને આંગણવાડી કાર્યકર બહેનોની હડતાળને કોંગ્રેસ પક્ષ દ્વારા ટેકો જાહેર કરાયો હતો ..