નૈતિક મતદાન અંગે જનજાગૃતિ લક્ષી “જાગો મતદાર જાગો” શેરી નાટકો યોજાયા

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર ધ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૯-નાંદોદ અને ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં મહત્તમ મતદાન થાય તે હેતુસર SVEEP અંતર્ગત “અવસર” અભિયાન હેઠળ લાછરસ અને વડીયા પ્રાથમિક શાળા, તિલકવાડા-નીચલા બજાર અને ગરૂડેશ્વર તાલુકાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે નૈતિક મતદાન અંગે જનજાગૃતિ લક્ષી “જાગો મતદાર જાગો” શેરી નાટકો યોજાયા હતાં જેમાં જિલ્લા ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલા સંબંધિત વિસ્તારના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સરપંચ-તલાટી અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલકશ્રીઓ સહિત જે તે વિસ્તારના આગેવાનો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.