યુવા મુખ્યમંત્રીને સાંભળવા મુખ્યમંત્રી પ્રેક્ષક ગેલેરીમાં બેઠા..!!
ગુજરાત વિધાનસભામાં આજે એક નવો જ પ્રયોગ જોવા મળ્યો,આજે એક દિવસીય યુવા વિધાનસભાનું આયોજન કરાયું છે.જેમાં મુખ્યમંત્રી,અધ્યક્ષ અને મંત્રીઓ સાથે ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન રહ્યા અને વિધાનસભા ચલાવી યુવા એસેબલીમાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદના રોહન રાવલને સ્થાન મળ્યું હતું જયારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના મીશ્રી શાહે ભૂમિકા ભજવી હતી,યુવા એસેબલીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત મંત્રી અને ધારાસભ્યોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસી યુવા મુખ્યમંત્રી અને ધારાસભ્યોને સાંભળ્યા હતા