અમીરગઢ પોલીસે ઝાંઝરમાં પાટીયા પાસેથી એક ગાડીનો પીછો કરી દારૂ ઝડપી પાડયો છે. જેમાં ગાડીમાંથી દારૂની 876 બોટલો કબજે કરી 5 લાખ 90 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક તેમજ તેમના સાથીદારો ઉપર પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ દ્વારા એક i20 ગાડીમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં કારચાલક રાત્રિના અંધારાનો લાભ લઇ નાશી છૂટ્યો છે. પોલીસ રાજસ્થાન માંથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની ચેકિંગ કરી દારૂ ઝડપી પાડતી હોય છે. પરંતુ કોઈક ગાડી પોલીસની નજર ચૂકવી ત્યાંથી દારૂ ભરી નીકળી જતી હોય છે. જેથી પોલીસે બાતમી હકીકતના આધારે એક સફેદ કલરની i20 ગાડી GJ 01 RJ 2018 દારૂ ભરીને પાલનપુર અમદાવાદ તરફ જઈ રહી છે.

ઝાંઝરમાં નજીક પોલીસે ગાડીને હાથ કરી રોકાવા જતા ગાડીના ચાલકે ઝાંઝરવા રોડ ઉપર ભગાડતા પોલીસ તેની પાછળ પીછો કર્યો હતો. આગળ જતા અંબાણી ગામની સિમમાં i 20 ગાડીના ચાલકે રોડની સાઈડમાં ઉભેલા ઝાડ સાથે અથડાવી અંધારાનો લાભ લઇ ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીમાંથી 876 જેટલી દારૂની બોટલો ઝડપી લીધી હતી અને કુલ મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક તેમજ અન્ય ઈસમ ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.