ડીસા રાણપુર રોડ પર આવેલા શોપિંગ સેન્ટર ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરી

ડીસા વિધાન સભા બેઠક માટેની લડાઈમાં કોંગ્રેસનું જોર વધતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ ઉમેદવાર સંજય ગોવાભાઇ રબારી દ્વારા આજરોજ ડીસા રાણપુર રોડ પર આવેલા શોપિંગ સેન્ટર ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયની શુભ શરૂઆત કરી હતી. આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા સંજય ગોવાભાઇ રબારી એ પોતાના ચુંટણી પ્રચારની શરૂઆત કરતાં પહેલા પોતાના માતા-પિતા અને વડીલો મિત્રો સહયોગીઓ અને કૂળદેવી માતાના ચરણોમાં શીશ નમાવી અન્ય દેવી-દેવતા પૂજન અર્ચન કરીને જઈને સમાજના માનીતા એવા પૂજ્ય બાપુની મુલાકાત લીધી હતી ત્યારે પૂજ્ય બાપુએ સંજય ગોવાભાઇ રબારીને તથા એમના સાથી કાર્યકરોને આશીર્વાદ આપી ધન્ય કરી આવનાર ચુંટણીમાં ભવ્યાતીભવ્ય વિજયી થાય તેવા આશીર્વાદ આપ્યા હતાં.કોંગ્રેસ કાર્યકરોને મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત અને વડવાળા દેવની કૃપાથી નવો જોશ જોવા મળ્યો હતો. આખા ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સંજય ગોવાભાઇ રબારી જેવા યુવા નેતાની ઉમેદવારીથી જાણે એક અલગ ઉર્જાનું સર્જન થયું હોય તેમ એક પછી એક ગામ અને અનેક સમાજના અગ્રણીઓ યુવા કોંગ્રેસ નેતા પાસેથી વિજયનો વિશ્ર્વાસ રાખી રહ્યાં છે. 

પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈનો લાંબો રાજકીય અનુભવ તથા રાજકીય ક્ષેત્રે પુત્ર સંજય ગોવાભાઇ રબારીનો અનુભવ અને ડીસા વિધાનસભા બેઠક માટે વિકાસના પ્લાનને ચારે દિશામાં કોંગ્રેસ કાર્યકરો સાથોસાથ ગ્રામજનો અને ઘણા સમાજના લોકોનો આવકાર અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર સંજય ગોવાભાઇ રબારી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી, સહિત ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો સાથે સમર્થકો અને ટેકેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

અહેવાલ નવીન ધર્માણી બનાસકાંઠા