બનાસકાંઠા દિયોદરના મુલકપુર પાસે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને જવાબ માટે લઈ જતી વખતે ચાર થી પાંચ ઈસમોએ પોલીસની ખાનગી ગાડી ઉપર હુમલો કર્યો હતો. જે બાદ યુવતીનું અપહરણ કર્યું હતું. આ મામલે 4 ઈસમોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રેમ લગ્ન કરનાર યુવતીનો હેમખેમ છુટકારો થયો હતો.

દિયોદર પોલીસ પોતાની ખાનગી ગાડી લઈ દિયોદરના એક ગામની પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતી ને લઈ શિહોરી જવાબ માટે જઈ રહી હતી તે સમય મુલકપૂર પાસે બે ગાડીઓમાં સવાર ચારથી પાંચ માણસો એ પોલીસની ખાનગી ગાડી રોકી ધોકા લાકડી વડે ગાડી પર અને પોલીસ જવાન પર હુમલો કરી યુવતીનું અપહરણ કર્યું હતું. જે બાદ ચકચાર મચી હતી.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દિયોદર નાયાબ પોલીસ અધીક્ષક અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવી તપાસ આદરી હતી. જે બાદ પોલીસને બાતમી મળતા ચાર ઈસમો યુવતીનું અપહરણ કરીને રાજેસ્થાનના સિરોહી વિસ્તારમાં છે જે આધારે પોલીસે અપહરણ કરતા ગાડીનો રાજેસ્થાનમાં કોડન કરીને ઝડપી પાડ્યા હતા અને અપહરણ યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું જોકે હાલ ચાર ઇસમો ને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે D T ગોહિલ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, યુવક અને યુવતીને બંનેને નિવેદન માટે પોલીસ સાથે લઈ જતા સિહોરી અને દિયોદર વચ્ચે એક સફેદ કલરની ગાડી સાથે પાચ ઈસમો આવેલા ગાડીની તોડફોડ કરી યુવતીનું અપહરણ કરીને લઈ ગયા હતા. જે બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા ધ્યાને લઈને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અલગ અલગ છ ટીમો બનાવી હતી.

જે બાદ અમે અલગ અલગ જગ્યાએ તપાસ કરાવતા LCB ટીમને રાત્રી દરમિયાન માહિતી મળી એટલે આરોપી રાજેસ્થાનમાં સિરોહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે જે બાબતની હકીકત મળતા LCB ત્રણ ટીમો જે ગાડી લઇ ગયા હતા તેનો પીછો કરીને તેને કોડન કરીને અપહરણ કરનાર ચારની અટક કરેલ છે.