બનાસકાંઠામાં ચાલુ રેલવે ટ્રેનોમાં લૂંટના ગુન્હાઓને અંજામ આપનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને ભીલડી રેલવે પોલીસે રાજસ્થાનના જોધપુરથી દબોચી લીધો છે. પોલીસે અત્યાર સુધી આ ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જોધપુર- સાબરમતી પેસેન્જર ટ્રેનમાં ધાનેરાથી મહેસાણા રેલ્વે સ્ટેશન વચ્ચે રાજસ્થાનના જાલોર જિલ્લાના શીંગવાસ ગામના વિજેશકુમાર નગારામ મેઘવાળ પણ મુસાફરી કરી રહ્યા હતા. તેઓ રેલ્વેના વિકલાંગ કોચ બેસી મહેસાણા જઇ રહ્યા હતા. તે સમયે રસ્તામાં અચાનક એક ટોળકી તેમના ડબામાં આવી વિજેશકુમારને ચપ્પુ બતાવી ડરાવી તેનો મોબાઈલ પડાવી લીધો હતો અને બળજબરીપૂર્વક મોબાઈલ ફોનનો પાસવર્ડ મેળવી ટોળકીએ તેમનાં સબંધીઓના ખાતામાં ઓન લાઈન પૈસા ટ્રાન્સફર કરી ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.
જે મામલે ફરિયાદ નોંધાતા ભીલડી રેલવે પોલીસ સક્રિય બની હતી અને આ ટોડકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન અગાઉ આ ટોળકીના બે આરોપીઓને પકડી પાડ્યા બાદ આ ગેંગના મુખ્ય સૂત્રધાર રમેશ ભેલનાથ નાથ (ઉ. વ 19, રહે માહદેવ બગીચા પાલી તા ,જી ,પાલી રાજસ્થાન ) ને જોધપુરથી ઝડપી પાડ્યો હતો અને તેના કબ્જામાંથી લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી PSI બી કે પરમાર ચલાવી રહ્યા છે.