કલોલમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે KIRC કૉલેજ દ્વારા નિર્માણ પામનાર 750 બેડની આધુનિક હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો. કલોલના કે.આઈ.આર.સી એજ્યુકેશન કેમ્પસ ખાતે 750 બેડની આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી અને વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલ નિર્માણ માટે ગાંધીનગરના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કાર્યક્રમ તા. 27 સપ્ટેમ્બરના સવારે 10 વાગ્યે આયોજિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 750 બેડની મલ્ટી સ્પેશિયાલિટી વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલ અહીં નિર્માણ થયા પછી આરોગ્ય સેવામાં નોંધપાત્ર વધારો થશે અને લોકોને સ્વસ્થ આરોગ્ય સેવાનો મળી રહેશે તેવી વાત કેન્દ્રીય ગ્રુપ અને સહકાર મંત્રી અમિત શાહે કરી હતી. ઉપરાંત તેઓએ 'કોંગ્રેસીયાઓનું જ્યારે શાસન હતું ત્યારે આરોગ્ય પ્રત્યે કોઈ ધ્યાન અપાયું નથી' તેવું કહી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી હોવાની વાત કરી હતી.