ડીસા નગરપાલિકાના વોર્ડ નં 9 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા સિનિયર પત્રકાર કાંતિલાલ બાબુલાલ લોધાએ વિજયના વિશ્વાસ સાથે સમર્થકો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો સાથે વિજયી મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારબાદ વિવિધ શુભેચ્છકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાંતિલાલ બાબુલાલ લોધાને ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બીઆરસી કો.ઓ. પ્રવીણભાઈ સાધુ, ખોડાભાઇ દેસાઈ, મુસ્લિમ સમાજના આગેવાન તારીકભાઇ સોલંકી દ્વારા કાંતિલાલ લોધાની ઓફિસ પર આવી હ્દયના ઉમળકાથી ફુલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી વિજયી ભવના શુભાશિષ સાથે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી