આજ રોજ જી.વી.વાઘેલા કોલેજ, વખા-દિયોદર ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ ઉજવાયો જેમાં કોલેજના પ્રિન્સીપાલશ્રી બળવંતસિંહ ઠાકોર સાહેબ તથા સમસ્ત કોલેજ સ્ટાફ મિત્રો તથા વિધાર્થીઓ હાજર રહી મોટી સંખ્યામાં વૃક્ષો વાવીને પયૉવરણનુ જતન કરવાનુ કતૅવ્ય પુરુ પાડયું હતું.ઉપરાંત દરેકે એક-એક વૃક્ષ વાવીને તેના ઉછેર માટેની જવાબદારી લીધી હતી.ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ સાહેબે બધાને સમૂહમાં ભેગા કરી માનવ જીવનમાં વૃક્ષોનુ મહત્વ સમજાવ્યું હતું.અને વૃક્ષ ઉછેર એ આપણી નૈતિક જવાબદારી છે તો આપણે અદા કરવી જોઈએ એમ કહ્યું હતું.પ્રકાશભાઈ પટેલ સાહેબ એ પણ વૃક્ષારોપણનું મહત્વ અને ઉપયોગીતાની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓનો સહયોગ રહ્યો હતો.