આવતી કાલે ઈદ એ મિલાદ અને ડાકોર મંદિર ખાતે ની પૂનમ યોગાનુયોગ સાથે આવ્યા છે ત્યારે ડાકોર ખાતે યોજયેલ શાંતિ સમિતિ ની બેઠક મા ડાકોર ના મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ ના સચિવ અસગર ભાઈ શેખ .જિયાઉદ્દીન વોહરા સહિત ડાકોર ના સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ઝુલુસ ના કાઢવાનો નિર્ણય લઈ .ડાકોર પોલિસ ની કામગીરી મા સ્પોટ કરી કોમી એકતા ના દર્શન પણ કરાવ્યા હતા ..

ડાકોર ખાતે પૂનમ ના દિવસે હજારો ની સંખ્યા મા ભાવિ ભક્તો પધારે છે .અને હાલ ઠેર ઠેર કોમી છમકલાં નો માહોલ ચાલી રહ્યો છે .આ નિર્ણય ડાકોર પોલિસ માટે ખૂબ સુંદર નીવડશે .રિપોર્ટ ઈરફાન મલેક