મહેસાણાના મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા સૌંદર્ય વિલા સોસાયટીમાં મકાન A1માં રહેતા અનિતા બેન રાકેશભાઈ પટેલ રાત્રે જમીને પોતાના ઘરેથી સોસાયટીના ગેટ સુધી આંટો મારતા હતા.એ દરમિયાન મહિલા ના પતિ રાકેશભાઈ ગાડી લઇ આવ્યા હતા.અને પત્ની પાસે ઉભા હતા.એ દરમિયાન એક્ટિવા પર આવેલા બે ઈસમો એકાએક દંપતી પાસે આવી જેમાં રાકેશભાઈ પર હુમલો કર્યો હતો.
સમગ્ર મામલે ઈસમો પતિને માર મારતા હતા.ત્યારે મહિલા વચ્ચે છોડવા જતા એક્ટિવા પર આવેલા વિષ્ણુ નામનો ઈસમ જેણે મહિલા ઓળખતી હતી.તેણે મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન અને સોનાનું મંગળસૂત્ર તોડી મહિલા ને ધક્કો મારી લૂંટ કર ભાગી ગયા હતા.
સમગ્ર મામલે ઇજા પામેલ મહિલા ને ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં સમગ્ર હુમલા દરમિયાન નમ્બર વગર નું એક્ટિવા લઇ આવેલા રબારી વિષ્ણુ અને અન્ય એક ઈસમ માર મારવા અને 1.20 લાખના દાગીના લૂંટ મામલે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.