રિપોર્ટ લતીફ સુમરા
જુનાડીસા જી એમ મહેતા હાઇસ્કુલ ની અંદર આજરોજ શ્રી ગાયત્રી શક્તિપીઠ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જી.એમ. મહેતા પ્રાયમરી સ્કૂલનો ધોરણ ૭ મા અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘોરી મહંમદલુકમાન સખાવતખાન સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે જેને રૂપિયા ૨૫૦૦ રોકડા, શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત થયેલ છે. જેને શાળાના (પ્રાથમિક) આચાર્યા શ્રીમતી ચેતનાબેન અનાવાડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.