સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢીયાળામાં જમીનના ડખામાં સશસ્ત્ર જૂથ અથડામણમાં રૂ. બે લાખની લૂંટ સાથે પરિવારજનોની નજર સામે બે સગા ભાઇઓનો ભોગ લેવાયો હતો. આ ગોઝારી ઝઘટાના આરોપીઓ લાકડીઓ અને ધારીયાઓ વડે દલિત પરિવારની ગાડી પર તૂટી પડ્યાં હતા. જેમાં ઝાલાવાડમાં બે સગા દલિત ભાઇની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ધારીયાના ઘા ઝીંકાતા મહિલાઓની આંગળીઓ કપાઇ હતી. જેમાં ત્રણ એમ્બ્યુલન્સ વાનમાં ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યારે પોલીસ કાફલાએ પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઝઘડામાં 6 આરોપીઓ સહિત અન્ય 12થી 15 અજાણ્યા લોકોના ટોળા સામે ફરીયાદ નોંધાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢીયાળા ગામના વતની ફરીયાદીની વડીલોપાર્જીત જમીન બાબતે આરોપીઓ દ્વારા ધાક ધમકી આપી તેઓની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગતા હોઇ ગત તા. 12મી જુલાઇના રોજ ફરીયાદી પોતાના પરિવારજનો સાથે પોતાની વડીલોપાર્જીત જમીન ખેતરમાં ખેતીકામ કરતા હતા. જે દરમિયાન આરોપીઓએ એકસંપ કરી લાકડી અને ધારીયા જેવા પ્રાણઘાતક હથીયારો વડે હુમલો કરી આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર અને મનોજભાઇ પ્રેમજીભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. બાદમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાત્કાલિક જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં એસ.આઇ.ટીની રચના કરવામાં આવી હતી. આથી આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ હત્યાકેસના પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અમરાભાઇ હરસુભાઇ ખાચર (કાઠી દરબાર) રહે-સુદામડા, તા-સાયલા (સુરેન્દ્રનગર)
જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર (કાઠી દરબાર) રહે-સુદામડા, તા-સાયલા (સુરેન્દ્રનગર)
મંગળુભાઇ અમરાભાઇ ખાચર (કાઠી દરબાર) રહે-સુદામડા, તા-સાયલા (સુરેન્દ્રનગર)
ભીખુભાઇ ભોજભાઇ ખાચર (કાઠી દરબાર) રહે-સુદામડા, તા-સાયલા (સુરેન્દ્રનગર)
રણજીતભાઇ ઉર્ફે ભાણભાઇ વેળાભાઇ ભાંભળા (કાઠી દરબાર) રહે-સમઢીયાળા, તા-ચૂડા (સુરેન્દ્રનગર)પકડાયેલા આરોપીઓ.