પીજીવીસીએલ સર્કલ ઓફીસમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ જૂના નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરમાં ભાડે રહે છે. તેઓ શનિ રવિમાં પોતાના વતન ભિલોડા અરવ્લ્લી ગયા હતા, ત્યારે તેમના ઘરમાંથી સોનાની બંગડી, વીટી, બુટી મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીજીવીસીએલના કર્મચારી બ્રિજેશભાઇ વાલજીભાઇ ભગોરા જેઓ સુરેન્દ્રનગરમાં નારીકેન્દ્ર રોડ પર રામેશ્વરનગરના હનુમાન મંદિર પાસે નિલેશભાઇ મહેશ્વરીના મકાનમાં ભાડે રહે છે. તેમનું વતન અરવલ્લી જિલ્લાનું ભિલોડા ગામે છે. તા.7 જુલાઇ થી તા.9 જુલાઇ સુધી શનિ રવિની રજામાં તેઓ વતનમાં ગયા હતા. સોમવારે સવારે 7-45 વાગે તેઓ ઘરે પરત ફર્યા. ત્યારે મકાનનો દરવાજો ખોલતા ખ્યાલ આવ્યો કે બારી ખુલ્લી હતી. અને બારીના સળીયા તુટેલા હતા. તેમજ કબાટ અને સામાન વેરવિખેર હાલતમાં હતા.કબાટની નજીક જઇને જોયુ તો ખબર પડી હતી કે સોનાના દાગીનની ચોરી થઇ છે. જેમાં 2 સોનાની બંગડી, 2 સોનાની વીટી, 2 સોનાની બુટ્ટી અને કાનની સેર મળીને કુલ રૂ. 1,75,000 ની મત્તા ચોરાઇ હતી. આ બનાવ અંગે પીએસઆઈ જી.એન.શ્યારાએ વધુ તપાસ હાથ ધરીને ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.