સોમવારથી દશામાના પર્વની શરૂઆત થવાની છે ત્યારે ખંભાતના ત્રણ વતી બજારમાં નાની મોટી અવનવી કલાક મૂર્તિઓનું આગમન થયું છે. દશામાના પર્વ નિમિત્તે દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ પોતાના ઘરમાં તેમજ ફળિયામાં દશામાની મૂર્તિની સ્થાપના કરે છે. તેમજ તેની પૂજા અર્ચના કરે છે.આ ઉપરાંત મહિલાઓ 10 દિવસ સુધી વ્રત રાખે છે.આ પર્વ નિમિત્તે રાજકોટ સૌરાષ્ટ્ર તે સહિતના દૂર શહેરોમાંથી ધંધાર્થીઓએ ખંભાતના ત્રણ બજારમાં આવી દશામાની મૂર્તિઓનો વેચાણ શરૂ કર્યું છે.દશામાની મૂર્તિને શણગારી સ્ટોલમાં ખુલ્લી મુકવામાં આવી છે.જેને કારણે ખંભાતના ત્રણબત્તી બજારમાં ખરીદારોની ભીડ ઉમટી છે.
(સલમાન પઠાણ - ખંભાત)