મહુવા તાલુકાના વહેવલ ગામના ૪૨ વર્ષીય.પતિ તેની પત્ની રિસાયને પિયર જતા મનમાં લાગી આવતા આપઘાત કરતા ચકચાર મચી જવા પામી
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના વહેવલ ખૂટી ફળીયા ખાતે રહેતા મનુભાઈ ભગુભાઈ પટેલ ઉંમર વર્ષ ૪૨ ઘરે એકલો હોય તેમની પત્ની રિસાયને બાળકો સાથે પિયર જતી રહી હતી મનુભાઈને એ વાત મનમાં લાગી આવતા તેમના કોઢારમાં જઈ તેમણેગળે ફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો.આ બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.