હાલોલ કુમારશાળા મેથ્સ સાયન્સ ક્લબ અંતર્ગત નિયમિત રીતે વિવિધ પ્રવૃત્તિઓ શાળાના બાળકોને કરાવવામા આવે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન -3 નું લોન્ચિંગ કરવામાં આવનાર છે  તે અંતર્ગત હાલોલ કુમાર શાળાના સાયન્સ ટીચર પ્રવીણભાઈ પરમાર દ્વારા ચંદ્રયાન -3  નું એક મોડેલ બનાવી સમગ્ર શાળાના વિદ્યાર્થીઓને તેના લોન્ચિંગનો એક ડેમો બતાવવામા આવ્યો હતો આ પ્રવૃત્તિ અંતર્ગત શાળાના વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ દ્વારા એક ચંદ્રયાન-3 મોડેલ બનાવામાં આવ્યુ હતું તેમજ પ્રેયર દરમ્યાન બાળકોને ઈસરો ધ્વારા લોન્ચ કરવામા આવનાર ચંદ્રયાન :3 ના વિવિધ ભાગ અને કાર્ય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ચંદ્રયાનના પે લોડ, રોવર,લેન્ડર અને રોવર વિશે માહિતી જાણી બાળકો અભિભૂત થયા હતા  અને  કુમાર શાળામા પણ ચંદ્રયાન -3 ના મોડેલનો ડેમો  આજે જોઈશું તેમ જણાવતા બાળકો ખૂબજ ઉત્સાહિત થઇ ગયા હતા.બપોરે  રીસેસ બાદ 2:35 વાગ્યે સમગ્ર શાળાના બાળકોને મેદાનમા લઇ જઈ મેથ્સ સાયન્સ ક્લબના સભ્ય બાળકોની ટીમની મદદ લઇ ચંદ્રયાન-3 ના મોડેલ નું લોન્ચિંગ ડેમો બતાવવામા આવ્યો હતો..જે જોઈને બાળકો ખૂબ પ્રોત્સાહિત અનેઉત્સાહિત થયા હતા. આ  મોડેલ ડેમો લોન્ચિંગ સમયે કુમારશાળા હાલોલના સી.આર.સી.કૉ ઓરડીનેટર શ્રી બાલકૃષ્ણ પટેલ ની પણ પ્રેરક હાજરી રહી હતી.