બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસામાં આદર્શ હાઇસ્કુલના સંચાલકો દ્વારા માહિતી અધિકાર અધિનિયમનો ઉલ્લંઘન કરતારાજ્ય માહિતી આયોગ દ્વારા રૂપિયા 20,હઝાર નો દંડ ફટકાર્યાના સમાચાર થી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર શાળાના જ પૂર્વ શિક્ષક હરિભાઈ રણછોડભાઈ પટેલે બે વર્ષ અગાઉ શાળાની કેટલી માહિતી માંગી હતી. જેમાં સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટ સહિતના મુદ્દાઓ સામીલ હતા, પરંતુ માહિતી આપવાના સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ માહિતી અધિકારી અને મંત્રી તેમજ પ્રમુખ દ્વારા કોઈ જ પ્રકારની માહિતી આપી ન હતી. જેથી અરજદારે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા તેમણે પણ શાળાના સંચાલકોને માહિતી આપવાનો હુકમ કર્યો હોવા છતાં પણ શાળાના સંચાલકોએ તેમના હુકમનેપણ નજર અંદાજ કરી અરજદારને માહિતી આપી ન હતી. જેથી અરજદારે રાજ્ય માહિતી આયોગમાં આ મામલે ફરિયાદ કરી હતી. રાજ્ય માહિતી આયોગે અરજદારની તમામ રજૂઆતો સાંભળ્યા બાદ આદર્શ હાઈસ્કૂલના જાહેર માહિતી અધિકારી અને મંત્રી તેમજ સંસ્કાર મંડળના પ્રમુખને 30 દિવસમાં માહિતી પૂરી પાડવાનો હુકમ કર્યો હતો. જ્યારે રાજ્ય માહિતી આયોગના આ હુકમને પણ સંચાલકો દ્વારા નજર અંદાજ કરાતા રાજ્ય માહિતી આયોગે સંચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી અને જાહેર માહિતી અધિકારના નિયમોનો ઉલ્લંઘન કરનાર જાહેર માહિતી અધિકારી તેમજ મંત્રીને દસ - દસ હજાર રૂપિયા એમ કુલ 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જે દંડ 30 દિવસમાં ભરી તેની પહોંચ જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આયોગને મોકલી આપવી તથા માંગેલી માહિતી પણ અરજદારને 15 દિવસમાં વિનામૂલ્યે આપવાનો હુકમ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાની પ્રતિષ્ઠિત શાળાના સંચાલકોએ માહિતી ન આપતા તેની સામે થયેલી કાર્યવાહીને પગલે જિલ્લાના શિક્ષણ જગતમાં હડકંપ મચી જવા પામ્યો હતો,