કડી તાલુકાના રાજપુર સીમમાં આવેલી કંપનીમાં રૂ.4.80 લાખના મુદામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં નંદાસણ પોલીસે રૂ.1.11 લાખના મુદ્દામાલ સાથે 4 સગીર અને અન્ય 5 મળી 9 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નંદાસણ પોલીસ સ્ટેશનના પ્રો. આઇપીએસ વિવેક ભેડા અને પીએસઆઇ બી.વી.ઠક્કર તથા પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાજપુર સીમમાં આવેલ મણીલક્ષ્મી મેટલ એન્ડ અલાઇસ કંપનીમાંથી ચોરી કરનારા 4 સગીર અને અન્ય 5 શખ્સો મળી 9ને કડીના ચાંદરડા પાસેથી ઝડપી પાડી રૂ.1.11 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં ચેતન સાલવી (રહે. છત્રાલ), રવિ દંતાણી (રહે. નંદાસણ), સાનુ દંતાણી (રહે.મહેસાણા), કિશન ગાડરી (રહે.રાજસ્થાન) અને જગદીશ પ્રજાપતિ (રહે.મહેસાણા) તથા અન્ય 4 સગીરનો સમાવેશ થાય છે.