તા. ૦૪ જૂન ના રોજ મતગણતરી હોવાથી મત ગણતરી મથકની ચારેબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સેલ્યુલર/મોબાઈલ ફોન કે વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ
રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાયેલ મતદાનની મતગણતરી તા.૦૪.૦૧.૨૦૨૪ ના રોજ સવારના ૦૮:00 કલાકે સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે રાખવામાં આવી છે જે દરમ્યાન મતગણતરી કેન્દ્ર ખાતે સવારે ૦૫:૦૦ કલાકથી મતગણતરી સ્ટાફ તેમજ ચૂંટણી એજન્ટોએ ઉપસ્થિત રહેવાનું છે. મતગણતરી કેન્દ્રની સુરક્ષા અને મતગણતરીની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુર્ણ થાય તેમજ મતગણતરીની કાર્યવાહી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મતગણતરી સ્થળના કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારમાં ૦૪:૦૬.૨૦૨૪ના રોજ સવારના ૦૫:૦૦ વાગ્યાથી મતગણતરી પુરી થાય ત્યાં સુધીના સમયગાળા માટે ચુટણીના ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે અન્ય કોઈપણ અનઅધિકૃત વ્યકિત મતગણતરી સ્થળના કેમ્પસની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈ પ્રકારના તંબુ ઉભા કરી શકશે નહી તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે કંપાઉન્ડમાં કે મતગણતરી સ્થળના કેમ્પસની ૧૦૦ મીટરની ત્રિજયાના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી, સભા-સરઘસ કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
પ્રતિબંધિત વિસ્તારમાં કે મતગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ સ્ફોટક પદાર્થ કે ચીજવસ્તુ લઈ જઈ શકશે નહી, મતગણતરી કેન્દ્રના ૨૦૦ મીટર વિસ્તારમાં વાહન પાર્કિંગ કરી શકાશે નહી, મતગણતરીના કેન્દ્રની ૨૦૦ મીટરની બહાર નકકી કરવા આવેલ સ્થળોએ જ વાહન પાર્કીંગ કરવાના રહેશે, મતગણતરી કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારીશ્રી ધ્વારા આપવામાં આવેલ ઓળખકાર્ડ ધરાવતા ઉમેદવાર/ચૂંટણી એજન્ટ/મતગણતરી એજન્ટ/અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
- નીચે જણાવેલ વ્યક્તિઓને મુકિત આપવામાં આવે છે.
ચુંટણી તેમજ ચુંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનો, મોબાઈલ ફોનના ઉપયોગ અંગે આમુખ-૨ થી મુક્તિ આપેલ અધિકારીશ્રીઓ.
આ જાહેરનામુ મતગણતરી કેન્દ્ર સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના કેમ્પસની હદથી આજુબાજુના વિસ્તારને લાગુ પડશે તેમજ તા.૦૪:૦૬:૨૦૨૪ ના રોજ સવારના ૦૫:૦૦ કલાક થી તા.૦૪.૦૬.૨૦૨૪ ના રોજ મતગતરી પુર્ણ ન થાય ત્યાં સુધી અમલી ગણાશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.