મહીસાગર વીરપુરમો ઓવરલોડ ડમ્પરોનો રાફડો ફાટ્યો હોય તેમ રેતી કપચી ભરીને ઓવર સ્પીડે નીકળતા ડમ્પરો પાછળ જવાબદાર કોણ મહીસાગર જિલ્લા ખાનખનીજ વિભાગ પણ ઉંગતું હોય તેવું જણાય છે,મીડિયાના માધ્યમથી અઠવાડિયા અગાઉ અહેવાલ પ્રસિદ્ધ થવા છતાં પણ વહીવટી તંત્ર ઘોર નિદ્રામોં હોય તેવું જણાય છે, ડમ્પર ચાલકો ને પૂછતાં જણાવેલ કે સાઠંબા ઉમિયા કોરી માંથી લોડેડ કરેલ છે બિલ્ટી ના હોવાનું પણ સ્વૈચ્છિક રટણ કરતા હોય તેમજ,એકવીસ ટન ભરવાની પાસ પરમિશન હોય,પરંતુ ચોવીસ ટન ભરેલું છે તેવું સ્વૈચ્છિક કબૂલવામાં આવ્યું છે, ત્યારે મનસ્વી વલણ દાખવતા ડમ્પરના માલિકો મામો મામલતદાર કુવો ફોજદાર જેવી આકરી નીતિ દાખવી,કાયદાના લીરે લીરા અને ધજીયા ઉડાવી રહ્યા છે,ત્યારે કાયદાને એસી તેસી સમજી કાયદાને ગોળીને પી જનારા ખનીજ લોડેડ ડમ્પરોના માલિકો નિયમોને નેવે મૂકી, બેફામ અવરજવર કરી રહ્યા છે,ત્યારે ઓવરલોડેડ તોતિંગ ડમ્પરો પાછળ કોની મહેરબાની ? સ્થાનિક વહીવટી તંત્રની રહેમનજર કે મિલિભગત તેવા અનેક સવાલો ઉભા થાય છે, તંત્ર જવાબદાર કે બેદરકાર તે કહેવું મુશ્કેલ છે, પરંતુ વીરપુર સાઠંબા રસ્તાની બિસ્માર અને ખંડેર હાલત પાછળ જવાબદાર કોણ ? R.T.O વિભાગ દ્ધારા તવાઈ કરવામો આવશે કે કેમ ? તંત્રની ઉંગ ઉડશે કે ભીનું સંકેલવામોં આવશે તેવા અનેક પ્રશ્ર્નો ઉદ્દભવી રહ્યા છે...