નામદાર સુરત કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટમાં નવ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં

નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા વોરંટનાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય,

 નામ, કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોપી અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,

મજકુર આરોપીને હ્યુમન સોર્સ આધારે પકડી પાડી, નામદાર સુરત કોર્ટમાં રજુ કરી સજા માટે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે,

પકડાયેલ આરોપીની વિગત-

બીજલભાઇ નાગજીભાઇ કાતરીયા, ઉ.વ. ૪૨, રહે. ખાખબાઇ, તા.રાજુલા, જી. અમરેલી,

પકડાયેલ આરોપીને નામ કોર્ટ દ્વારા થયેલ સજાની વિગત-

૧૪ માં અધિક ચિફ જયુડી મેજી. સુરત કોર્ટ નાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૩૪૮૧૧/૨૦૧૯ નાં કામે આરોપી બીજલભાઇ નાગજીભાઇ કાતરીયા રહે. ખાખબાઇ, તા.રાજુલા વાળાને

ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ગુના અંગે કસુરવાર ઠરાવી ગઇ તા.૨૦/૦૭/૨૦૨૨ નાં રોજ સજાનો હુકમ થયેલ છે.

આરોપીને નામ. કોર્ટ, સુરત દ્વારા જારી કરવામાં આવેલ સજા વોરંટની બજવણી કરી, સજા માટે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા હેડ.કોન્સ જયેન્દ્રભાઇ બસીયા તથા હેડ.કોન્સ અનોપસિંહ સોલંકી, તથા પો.કોન્સ. ધર્મેશભાઇ ચારોલા તથા પો.કોન્સ. સંજયભાઇ ચાવડા તથા પો.કોન્સ. રવીરાજભાઇ વરૂ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.