દાહોદમાં એન.કે.એકેડમી દ્વારા આ વર્ષે ધોરણ 10માં સારા નંબર સાથે ગુજરાત બોર્ડ પાસ થયેલા છોકરા-છોકરીઓને વર્ષનો શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ દાહોદના કલાકારો ને પણ  શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા 

( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

ધોરણ 10માં સારા નંબર સાથે ગુજરાત બોર્ડ પાસ થયેલા છોકરા-છોકરીઓને વર્ષનો શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં તેઓને મેડલ પહેરાવીને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.અમરસિંહ ચૌહાણ, ફાતિમા બેન કપૂર, સુજાન ભાઈ કિશોરી, શૈલેષ યાદવ (રામુ), મહેન્દ્ર ગુપ્તા, પ્રીતિ દુબે, નરેશ બૈરવા, રાજ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંગીતકાર રાજેશ આકરેકર અને જ્યોતિ આક્રેકર જેઓ આ કાર્યક્રમમાં હાજર હતા તેઓ દ્વારા પણ આકર્ષક સંગીત રજૂ કરવામાં આવ્યું હતું. રાજેશ આકરેકર ને બેસ્ટ એન્કર અને રાજ કાપડિયા ને શ્રેષ્ઠ ડાન્સ કોરિઓગાફર નું એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનુ પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શિક્ષણના ઘટતા સ્તરને આગળ વધારવાનો હતો તેની સાથે એન. કે એકેડેમી વડા . નિતિન બારીએ સૌનો હૃદયપૂર્વક આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું.