રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતને રશિયા તરફથી ડિસ્કાઉન્ટ રેટ પર ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે. અત્યાર સુધી ભારત રશિયા પાસેથી રૂપિયાના બદલામાં ક્રૂડ ઓઈલ લેતું હતું. પરંતુ રશિયાના દબાણ બાદ હવે ભારતની કેટલીક રિફાઈનરીઓએ ચાઈનીઝ કરન્સી યુઆનમાં રશિયાને પેમેન્ટ શરૂ કર્યુ છે. પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયા અને ભારત બંનેને ચૂકવણી માટે ડોલરનો વિકલ્પ શોધવો પડ્યો છે અને ભારતે યુઆનમાં પેમેન્ટ શરૂ કરતા ચીન ખુશખુશાલ થઈ ગયુ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ચીનના સરકારી અખબારનુ કહેવું છે કે ભારતનું આ પગલું દુનિયામાંથી ડોલરની મોનોપોલીને ખતમ કરવાની શરૂઆત છે. વિશ્વ યુઆનને વધુને વધુ સ્વીકારી રહ્યું છે અને તે અમેરિકાના ચલણના વર્ચસ્વનો અંત લાવવાની નિશાની છે. ચીનના નિષ્ણાતોએ કહ્યું હતું કે ભારતની ચૂકવણી યુઆનના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપશે. આ સિવાય અખબારે રિસર્ચ સેન્ટર ફોર ડિજિટલ ઈકોનોમિક્સ એન્ડ ફાઈનાન્સિયલ ઈનોવેશનના ડાયરેક્ટર પાન હેલિનને ટાંકીને કહ્યું હતું કે ભારતના નિર્ણયથી યુઆનનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને વિશ્વના બજારોમાં તેનો હિસ્સો વધશે. જાણકારોનો મતે ભારતે જે પહેલ કરી છે તેનાથી ચીન, ભારત અને રશિયામાં ડી-ડોલરાઇઝેશનને વેગ મળશે.
રશિયા અને ભારત બંને બ્રિક્સના સભ્ય છે, જેના કારણે તે અન્ય દેશોને પણ તેનો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળશે. અખબારના કહેવા અનુસાર BRICS દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં ડોલરનો ઉપયોગ ઘટાડવા માંગે છે અને તેથી જ આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી BRICS સમિટમાં તમામ દેશોને માન્ય હોય તેવા ચલણમાં વેપાર કરવા માટે ચર્ચા થશે.
વૈશ્વિક બજારમાં ચીનના ચલણનો ઉપયોગ વધી રહ્યો છે. સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશનના જણાવ્યા અનુસાર, યુઆનનો વૈશ્વિક હિસ્સો એપ્રિલમાં 2.29 ટકાથી વધીને મે મહિનામાં 2.52 ટકા થયો હતો.
બીજી તરફ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જૂન મહિનામાં ભારતમાં રશિયાથી ઓઈલની આયાતનો નવો રેકોર્ડ સર્જાયો છે. જૂનમાં ભારતે રશિયા પાસેથી રોજના 22 લાખ બેરલ લેખે ઓઈલ ખરીદયુ છે. રિપોર્ટ અનુસાર, આ ખરીદી સાઉદી અરેબિયા અને ઈરાક પાસેથી ખરીદાતા ઓઈલ કરતા પણ વધારે છે.