તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરો સામે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીનો વેપલો કરનાર તત્વો સામે ગુજરાતનું પોલીસ તંત્ર હરકતમાં આવી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરતાં વ્યાજનો વેપલો કરનાર તત્વોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતની કોર્ટે પણ નોંધ લઇ આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
મહેસાણાના દેદીયાસણ ગામમાં રહેતા અમૃતલાલ છગનલાલ નાયકે 7 ફેબ્રુઆરી વર્ષ 2017માં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતની ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસમાં નોંધાવા પામી હતી. જે કેસ મહેસાણાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં જતા સરકારી વકીલ ભરત જી પટેલની ધારદાર દલીલોને ધ્યાનમાં લેતા કોર્ટે ઝેરી દવા પીવા મજબૂર કરનાર બે આરોપીઓને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. વ્યાજ ખોરો પૈકી (1)ભરતભાઈ લાભ શંકર જોષી (2) પૃથ્વી રાજ ચૌધરી તેમજ રામોસણા ગામના બે શખ્સો પૈસા મામલે હેરાન કરતા હોવાની ચિઠ્ઠી લખી આત્મહત્યા કરી હતી. જ્યારે સ્યુસાઇટ નોટમાં ચાર આરોપીના નામ હોવા છતાં માત્ર બે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવા બદલ આ કેસમાં તપાસકર્તા તત્કાલીન પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો.