વઢવાણ : સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ શહેર સંગઠનની હોદેદાર બહેનો દ્વારા ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી વિશિષ્ટરુપે કરાઈ હતી.
જેમાં એકબીજી સખીઓને તો ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ઉજવણી તો કરાઈ જ !! પરંતુ, સૌથી અનુકરણીય બાબત એ છે કે દરેક બહેનોએ વૃક્ષારોપણ પણ કર્યુ અને વૃક્ષોને પણ ફ્રેન્ડશીપ બેલ્ટ /રાખડી બાંધીને વૃક્ષો આપણા બેસ્ટ ફ્રેન્ડ એવો સુંદર મેસેજ આપીને ભારતીય સંસ્કૃતિનું ઉતમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું.