લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે PGNMS ગર્લ્સ હાઈસ્કુલના વિધાર્થીઓ માટે નિબંધસ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ. વિજેતા બાળકોને લાયન્સ ક્લબ રોયલના હોદેદારો દ્વારા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમના અંતે પ્રોજેકટ ચેરપર્સન શ્રીમતી રીટાબેન નિમાવત દ્વારા ક્ધયા વિદ્યાલયની તમામ બાળાઓને ફરાળ આપવામાં આવેલ.આ ગુરૂવંદનાના કાર્યક્રમ થકી લાયન્સ ક્લબ રોયલ દ્વારા નવા વર્ષ ની કામગીરી શરૂ કરી. આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રમુખ લાયન હિતેશ કાગડા સેક્રેટરી લાયન સંગીતા વ્યાસ ટ્રેજરર લાયન હાર્દિક કાગડા ચેરપર્સન લાયન રીટાબેન નિમાવત લાયન કો ચેરપર્સન ઉષાબેન ઉપાધ્યાય દ્વારા આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગને ઉજળો બનાવવા માં PGNMS Girls School ના સ્ટાફમિત્રો તેમજ સ્કુલની બાળાઓનો સિંહફાળો હતો. આ કાર્યક્રમ માં રોયલ લાયન્સ ક્લબના લાયન પ્રશાંત વ્યાસ, લાયન પ્રતિક પુરોહિત, લાયન ઐલેશ પંડયા લાયન પ્રતિક દવે લાયન નિતાબેન સોમૈયા લાયન રાધાબેન દવે લાયન સારિકાબેન કાગડા ઉપસ્થીત રહેલ.