થરાદ - સાંચોર હાઇવે પર થરાદ તાલુકાના કરબુણ ગામેથી ગુરપૂર્ણિમા નિમિત્તે દર્શન કરીને એક્ટીવા પર પરત ફરી રહેલી બે પિતરાઈ બહેનોનું આગળ જતા ટ્રેલરના ચાલકે બ્રેક મારવાના કારણે તેની પાછળ ઘુસી જતાં માથાના ભાગે ગંભીર ઇજાના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. થરાદ પોલીસે નાસી છુટેલા ટ્રેલર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

થરાદ તાલુકાના અભેપુરાના પ્રજાપતિવાસમાં રહેતા અરજણભાઈ રણછોડભાઈ પ્રજાપતિની ભત્રીજી ટીનાબેન માધાભાઈ પ્રજાપતિ તથા તેમની ભાણેજ વર્ષાબેન અણદાભાઈ પ્રજાપતિ (રહે.જાણદી,તા.થરાદ) સોમવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે થરાદ તાલુકાના કરબુણ ગામેથી દર્શન કરીને માધાભાઈના જીજે- 08 -બીએમ -6411 નંબરના એક્ટીવા પર પરત ફરી રહી હતી.

જે ભારતમાલા રોડ ઉપર આવી રહી હતી. દરમિયાન બપોરના સુમારે થરાદ તાલુકાના દુધવા ગામની સીમમાં આવતાં આગળ જઈ રહેલા આરજે- 07 -જીડી -0173 નંબરના ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ગફલત ભરી રીતે હંકારી બ્રેક મારી હતી. જેના કારણે એકટીવા પર રહેલી યુવતીઓ ટ્રેલરની પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

જેના કારણે બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી. જેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબએ તેમને મૃત જાહેર કરી હતી. આ બનાવને પગલે પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.થરાદ પોલીસે નાસી છુટેલા ટ્રેલરચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ કરી હતી.