ષૌરાષ્ટ્રમાં સાવરકુંડલા તાલુકાનુ ગીરકાંઠાનુ મિતીયાળા ગામ ભુકંપના ભયનો માહોલ છવાએલો છે.! કારણકે ગમે ત્યારે ભુકંપનો હળવો ઝટકા  આવી જાય છે. છેલ્લા એકાદ માસમા અહી ભુકંપના અંદાજે 30 ઝટકા આવ્યા છે. અને  આ પરીસ્થિતિ છેલ્લા દસેક માસથી છે.!  મિતીયાળાના ગામ લોકો જાણે જાગતા સુવે છે. કારણ કે તેમને સતત ભુકંપનો ભય સતાવી રહ્યો છે. આ ગામ નાના ડુંગરોથી ઘેરાયેલુ છે. અહી ગમે ત્યારે જમીનમાથી ગડગડાટના અવાજ સાથે ભુકંપનો હળવા ઝટકા અનુભવાય છે. આ ભુકંપ મોટાભાગે 2 થી 3 સેકન્ડ નો હોય છે. ગઇ રાત્રે 8:50 કલાકે પણ ભુકંપના ઝટકા અનુભવાયા હતા. ગઇરાત્રે ભુકંપના ઝટકા મિતીયાળા ઉપરાંત બાજુના અભરામપરા અને કૃષ્ણગઢ ગામ સુધી અનુભવાયો હતા. ભુકંપના ઝટકા વારંવાર આવતા કેટલાક મકાનોમા પાછલા દિવસોમા તીરાડો પડી છે. પરંતુ ભુકંપની તીવ્રતા હળવી હોય કોઇ વિશેષ નુકશાન જોવા મળતુ નથી.