મહુવા તાલુકાના ધામખડી ગામે રહેતા મોહનભાઈ રવિયાભાઈ પટેલ ઉ.વ.65 ને સરકારી આવાસ મંજુર થયેલ હતું જે આવાસનું બાંધકામ કરવાનું હોય જૂનું મકાન તોડી પાડ્યું હતું જૉ કે ત્યારબાદ નવા મકાનનું બાંધકામ શરૂ કર્યું ત્યારે જમીનની તકરારમાં કૌટુંબિક ઝઘડામાં ઘરનું કામ કુટુંબીઓ દ્વારા ઘરનું કામ અટકાવી દીધું હતું ત્યારબાદ આ વૃદ્ધ દંપતિઓ છત વિના વરસાદી માહોલમાં રહેવા મજબુર બન્યા હતા આર્થિક સ્થિતિ પણ સારી નહિ હોય વૈકલ્પિક વ્યવસ્થા પણ સારી થઈ શકી નહતી.ત્યારે છેલ્લા કેટલાક સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આ ગરીબ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું અને વરસાદી માહોલ વચ્ચે મોહનભાઈ રવિયાભાઈને તાવ આવ્યો હતો અને તેમાં તેમની તબિયત વધુ બગડી અને તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.