ખેડબ્રહ્માના ગલોડીયા ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં “એક બાળ - એક વૃક્ષ” ની શરૂઆત તથા માર્ગદર્શન સેમિનાર યોજાયો*
સાબરકાંઠા જિલ્લામાં "સદા હરિત સાબરકાંઠા" ના ઉપલક્ષ્યમાં ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકાને હરિયાળા બનાવવાના ભાગરૂપે સામાજિક વનીકરણ વિભાગ સાબરકાંઠા તથા ડો. કે.આર.શ્રોફ ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે “ એક બાળ - એક વૃક્ષ” ની શરૂઆત તથા માર્ગદર્શન સેમિનાર જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ખેડબ્રહ્માની શ્રી બી.એમ. પટેલ વિધાલય, ગલોડીયા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના દરેક વિધાર્થીએ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ દરેક બાળક પર્યાવરણ જાળવણી અંગે જાગૃતતા કેળવી તે અંગેની કામગીરીમાં ભાગીદાર બને તેમજ જિલ્લામાં વૃક્ષારોપણ થકી પ્રદુષણમાં ઘટાડો થાય તેવો છે.
આ કાર્યક્રમ અંતર્ગત બંને તાલુકાનીજુદી જુદી લગભગ 69 શાળાઓમાં એક બાળ એક વૃક્ષનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા, નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, નાયબ વન સંરક્ષકશ્રી સાબરકાંઠા વન વિભાગ ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હર્ષદ ચૌધરી,નિવૃત મુખ્ય વન સંરક્ષકશ્રી એ.સી. પટેલ,શ્રી ડૉ. કે. આર.શ્રોફ ફાઉન્ડેશન પ્રમુખશ્રી, ગલોડીયા ગામના આગેવાનો, બંને તાલુકાના શિક્ષકો, વન વિભાગનો સ્ટાફ કે. આર.શ્રોફ ફાઉન્ડેશન ના સ્ટાફ તેમજ બાળકો ઉપસ્થિર રહ્યા હતા.